અદ્દ્વૈત પદમાં ઈચ્છા નથી...
કરોડે કોઈક તે જણેરે..
કર્મ ઉપાસનામાં ટોળા ઉમટયા
અનુભવીયા જન દાખેરે...
શું કરવુંને ક્યાં જવું કઈ નથી લેવું દેવું રે...
આપ વિણ કોઈ અવર નહિ,કોણ દેવીને કોણ દેવારે.
બુદ્ધિ બિચારી પાર નહિ પામે વાણી પર જે વસ્તુ રે
સ્વયમ સિદ્ધિ તું જેમનો તેમ છે,નહિ આવે ને નહિ જાવે રે...
કોણ જ્ઞાનીને કોણ અજ્ઞાની,અંતે ક્યાં તે જાશે રે
મૂરખ માનવો કરે કલ્પના,વન સમજે ઈ દોડેરે...
આપને જાણે તે નવ તાણે,ઠરીને બેઠા ઠામે રે...
અવાર ઉપાય અર્થ નહિ સરે,"પુરણ"નિજ પદ પાવે રે.