પાછા રે વળોતો પીયુજી પામશો...
નિજ નામે થશે નિસ્તાર ...
જ્ઞાની સંતોને પ્રેમ સેવતા
ઉઘડે અગમના દ્વાર...પાછા ......
મરજીવા હશે ઈતો વ્હોરસે...
સઘળે હરિવર દર્શાય...
વચન મહિમા તે રૂડો જાણવો...
જ્ઞાન ગંગાજીમાં ન્હાય...પાછા...
જીવરે પણું છૂટે સેંજમા ...
શુદ્ધ બ્રહ્મ રૂપ સોહાય...
મુક્તિ બની ઈતો બાપડી
જ્ર્મનું તેમ પદ પરખાય...પાછા...
હું ને હરિનું અંતર છુટતાં...
અખંડ આનંદ રૂપ દર્શાય...
પુરણ પ્યાલો પિતા પ્રેમથી
"રમું" નામે ભયો વિલાસ...પાછા...
નિજ નામે થશે નિસ્તાર ...
જ્ઞાની સંતોને પ્રેમ સેવતા
ઉઘડે અગમના દ્વાર...પાછા ......
મરજીવા હશે ઈતો વ્હોરસે...
સઘળે હરિવર દર્શાય...
વચન મહિમા તે રૂડો જાણવો...
જ્ઞાન ગંગાજીમાં ન્હાય...પાછા...
જીવરે પણું છૂટે સેંજમા ...
શુદ્ધ બ્રહ્મ રૂપ સોહાય...
મુક્તિ બની ઈતો બાપડી
જ્ર્મનું તેમ પદ પરખાય...પાછા...
હું ને હરિનું અંતર છુટતાં...
અખંડ આનંદ રૂપ દર્શાય...
પુરણ પ્યાલો પિતા પ્રેમથી
"રમું" નામે ભયો વિલાસ...પાછા...