.

.

.

પ્રશ્ન: હે ગુરુજી સૃષ્ટિ પહેલા શું હતું? 
=>> જવાબ: હે વત્સ,પહેલા પછી ક અત્યારે (ભૂત,ભવિષ્ય,વર્તમાન) ત્રણ કાલ જેમાં નથી તે પરમ સત્ય હું અસ્તિત્વ જાણો.સત્ય (ઈશ્વર)નો આદિ કે અંત નથી પરિપૂર્ણ જાણો. તે તું છે તે તત્વમસી મહાવાક્યનું લક્ષાર્થ છે.તે શ્રુતિ આખરી પ્રમાણ જાણવું.

પ્રશ્ન: હે ગુરુજી શું ઈશ્વર તમે જોયો છે? ઈશ્વરના દર્શન શક્ય છે? 
=>> જવાબ: હું તેની સામે થોડીવાર જોઈ રહ્યો.સાધક બોલ્યો શું જોઈ રહ્યા છો. જે આપ જોઈ રહ્યા છો તે હું નથી.ગુરુજી બોલ્યા હું જેને જોઈ રહ્યો છું તેમાં પ્રશ્ન નો અવકાશ નથી.

પ્રશ્ન: હે ગુરુજી સદગુરુની કૃપા દ્રષ્ટિથી સ્વરૂપ જ્ઞાન થી શું પરિણામ મળે,જ્ઞાની માટે કર્તવ્ય શું?
=>> જવાબ: હે વત્સ પ્રશ્ન હમેશ અજ્ઞાનમાંથી જન્મે છે.પોતાનું સ્વરૂપ અપારીણામી છે.સ્વરૂપ જ્ઞાનથી કર્તવ્ય,ગંતવ્ય અને પ્રાપ્તવ્યનો વિચાર વિરમી જાય છે.બ્રહ્મ જ્ઞાનીને કર્મ કરવું કે ના કરવું બંને થી ઉપર ઉઠે છે.

પ્રશ્ન: હે ગુરુજી આપ કહો છો ક અદ્વૈતીય પોતાના સ્વરૂપ સિવાય બીજું નથી તો મને આ જગત સત્ય હોય તેવું કેમ ભાસે છે?
=>> જવાબ: હે વત્સ તું કહે છે કે મને જગત સત્ય કેમ ભાસે છે? તે કહેવું યોગ્ય નથી જેમ સ્વપ્નમાં સુખ દુખનો અનુભવ કરનાર સ્વપ્ન દૃષ્ટા(પ્રમાતા)  જગ્યા પછી હોતો નથી પ્રમાતા,પ્રમાણ અને પ્રમેય ત્રીકુતી જ્ઞાન કાળેબાધિત થાય છે.પ્રમાતાનો અધ્યારોય વેદાંતમાં કરેલ  છે.યથાર્થ દર્શન થતા અપવાદ થાય છે.કરવો પડતો નથી.

પ્રશ્ન: હે ગુરુજી આ દ્રશ્ય પ્રપંચ હું જોઈ રહ્યો ચુ તે સાચું કે ખોટું? તેના પર પ્રકાશ પાડશો?
=>> જવાબ: હે વત્સ જગત સાચું છે કકે ખોટું એવો નિર્ણય બ્રમ્હ જ્ઞાની નો નથી જગત સ્વપ્ન વાત છે તેમ ધર્માચાર્ય અને શાસ્ત્રકાર પ્રતિ પાદન કરે છે. પણ મારા અનુભવ પ્રમાણે બ્રહ્મજ્ઞાની પુરુષને સ્વપ્નનો અનુભવ હોતો નથી.વિષય ગહન હોવાથી બ્રહ્મનિષ્ઠ અને બ્રમ્હક્ષોપિય સદગુરુનું સાનિધ્ય સેવી પુર્ણત્વને પામી શકે છે.

 પ્રશ્ન: હે ગુરુજી આપ કહો છો કે બ્રહ્મ જ્ઞાનીને સ્વપ્નનો અનુભવ થતો નથી તો અનુભવ કોને થાય છે?
=>> જવાબ: હે વત્સ પોતાના સિવાય બ્રહ્મ જ્ઞાનીને સ્વીકાર હોતો નથી.માટે સ્વપ્નનો અનુભવ કોને થાય છે.તે કહેવું યોગ્ય નાથ જેમ સુસુપ્તી અવસ્થામાં જાણ પણું અને અજાણ પણું વિરમી જ્યાં છે.તે પ્રમાણભૂત જાણો.

રાગ રામનામ તું

જાગતા નરને જગ નહિ દિશે
                    મૂળ તત્વ તું જ રહ્યો 
હું હરી કહેતામાં અળગા 
                    સમજણ સાર સમાયોરે..

સત ચિત આનંદ આપ અનાડી
નૌતમ નીરખ્યા નયણે રે...
બહિર ભીતરનો ભેદ મિટાવી
અદ્વૈત આપ પ્રકાશ રે...જાગતા 

બીજો જાણીને કરે ઉપાસના 
તીર્થ ધામ જે દોડેરે 
વિનારે વ્રુક્ષ ફળને ગોતે
મૂરખ મોટો ગણાયે રે...જાગતા 

શબ્દ વનમાં ભૂલીને ભટકે 
ઘેર પાછો નહિ વળે
જેમ દોડે તેમ છેટું પડશે
કાગજ નાવ કેમ તરસે...જાગતા 

સત શબ્દે લક્ષ લેતા 
મૂળ મર્મ તે પાવેરે 
કાળ કર્મની છૂટી કલ્પના 
"રમું" અખંડ ધનની કમાણી રે...જાગતા    
અદ્દ્વૈત પદમાં ઈચ્છા નથી...
                   કરોડે કોઈક તે જણેરે..
કર્મ ઉપાસનામાં ટોળા ઉમટયા
                  અનુભવીયા જન દાખેરે...
શું કરવુંને ક્યાં જવું કઈ નથી લેવું દેવું રે...
આપ વિણ કોઈ અવર નહિ,કોણ દેવીને કોણ દેવારે.

બુદ્ધિ બિચારી પાર નહિ પામે વાણી પર જે વસ્તુ રે 
સ્વયમ સિદ્ધિ તું જેમનો તેમ છે,નહિ આવે ને નહિ જાવે રે...

કોણ જ્ઞાનીને કોણ અજ્ઞાની,અંતે ક્યાં તે જાશે રે 
મૂરખ માનવો કરે કલ્પના,વન સમજે ઈ દોડેરે...

આપને જાણે તે નવ તાણે,ઠરીને બેઠા ઠામે રે...
અવાર ઉપાય અર્થ નહિ સરે,"પુરણ"નિજ પદ પાવે રે.     

રાગ-ભેખરે ઉતારો રાજા ભરથર

પાછા રે વળોતો પીયુજી પામશો...
નિજ નામે થશે નિસ્તાર ...
જ્ઞાની સંતોને પ્રેમ સેવતા 
ઉઘડે અગમના દ્વાર...પાછા ......

મરજીવા હશે ઈતો વ્હોરસે...
સઘળે હરિવર દર્શાય...
વચન મહિમા તે રૂડો જાણવો...
જ્ઞાન ગંગાજીમાં ન્હાય...પાછા... 

જીવરે પણું છૂટે સેંજમા ...
શુદ્ધ બ્રહ્મ રૂપ સોહાય...
મુક્તિ બની ઈતો બાપડી 
જ્ર્મનું તેમ પદ પરખાય...પાછા...

હું ને હરિનું અંતર છુટતાં...
અખંડ આનંદ રૂપ દર્શાય...
પુરણ પ્યાલો પિતા પ્રેમથી
"રમું" નામે ભયો વિલાસ...પાછા...

 

મનુષ્ય પદ શ્રેષ્ઠ

=>> મનુષ્ય શરીર દ્વારા પૌરુષત્વ પ્રાપ્ત કરી પુર્ણત્વને પામવું તે મનુષ્ય જાતિનો મૂળ ધર્મ જાણવો.મનુષ્ય શરીર મળ્યું તે ધનભાગી છે. મનુષ્ય પદ મળવું અતિ દુર્લભ છે. મનુષ્ય શરીર શા માટે મળ્યું છે? આવો વિચાર કેવલ મનુષ્યને ઉદભવે છે.નહિ ક પશુ પક્ષીને ખાન પાન ભોગ કર્મ તમને મનુષ્ય સિવાય  બીજી યોનીયોમાં પણ મળી શકે છે.એના માટે પુરુષાર્થ કરવો પુરતું નથી,સંતો મોક્ષ્નુ દ્વાર મનુષ્ય દેહ જાણો,સુખ દુખ જન્મ મુર્ત્યું રાગ,દ્વેષ,શુધા,પિપાસા,તમામ દ્વંદ્વથી મુક્ત થવું તેને મોક્ષ જાણવો,દરેક મનુષ્યને સુખ દુઃખનો સ્વ અનુભવ છેજ સુખની પાછળ દુઃખનો છેડો જોડાયેલો છે. દરેક માણસ ધંધો નોકરી કરી થાકી કંટાળાને ધન વૈભવ પદ પ્રતિષ્ઠા સ્ત્રી પુત્ર સર્વ છોડીને નિદ્રા વસ થાય છે. કારણ તેને ભૂખ શાંતિની છે.સુસુપ્તી ગાઢ નિદ્રામાં વિશ્રાતી મળતા શાંતિનો અહેસાસ થાય છે.ત્યાં  થોડા સમય પુરતા દ્વંદથી મુક્ત થાય છે.સુસુપ્તી અવસ્થા ઈશ્વરને મળવા માટે ખુલા દ્વાર સમાન છે.અખંડ આનંદ અને શાશ્વત શાંતિનો નમુનો છે.તેનો આધારે આધ્યાત્મિક યાત્રા દ્વારા પરમ શાંતિને પામી શકાય છે. ખાસ બાબત એ છે કે જે વસ્તુનો તમને અનુભવ નથી તે દુનિયાનો કોઈ પણ ગુરુ સમજાવી શકતો નથી.સદગુરુ યુક્તીના માધ્યમ થી જ્યાં છે  ત્યાં જે છે તે નક્કી કરાવે છે.બહાર થી કઈ પણ આપતા નથી.વેદાંત દર્શન મત અનુશાર આવરણ ભંગ કરતા વસ્તુ જયાની ત્યાં જેમ છે તેમ પ્રકાશે છે.તમામ સમસ્યાઓનું સમાધાન કેવલ સ્વરુપ્જ્ઞાન જાણવું.અહિયાં સાધકનો સવાલ છે કે આત્મજ્ઞાની પુરુષને સુખ દુખનો અનુભવ શું નથી થતો? શરીરના તાદાત્મ સબંધથી પોતે સુખી દિખી કરતા ભોક્તા ભાસે છે. વિવેકની દ્રષ્ટિએ જોતા તમે સુખ દુખના જ્ઞાતા છો.ભોક્તા નથી એમ સિદ્ધ થાય છે. ઘણા લોકો દુઃખથી છુટવા માટે નશાનો સહારો લે છે.ઘણા માનસ ધ્યાનનો સહારો લે છે મનને પ્રાણમાં લય કરવાથી રાહત અનુભવે છે.પણ કાયમી સમાધાન નથી અહિયાં વિષય ગહન હોવાથી સદગુરુ,ની કૃપા સિવાય સમજવો શક્ય નથી. કર્તા અને કર્મ વિશેનો ભેદ અજ્ઞાન થી ભાસે છે. જયારે હું વ્યાપક અનંત રૂપે ભાસી રહ્યું છે. તેવું સમજતા સંશય મુક્ત થવાય છે.

www.ramuvilas.blogspot.in

સાખી


=>> સંત દેખીને હરખતો,આનંદ ઉર ન સમાય,
       દાસ "રમું" એવા સંતને,પલ પલ લાગુ પાય.

       અદ્વૈત સ્વરૂપ આપ છો,જ્યાં વાણી નહિ વહેવાર,
       બુદ્ધિ બિચારી બાપડી,"રમું" વ્યાપક નિજ સાર.

      ભેદ બુદ્ધિમાં બહુ રહ્યા,સમજણ થકી સુખ હોય,
      "રમું" વ્યાપ આપ વિલાસી રહ્યો,સંસય સમૂળા ખોય.

     ઈશ્વર ખોળતાં આપ રહ્યો,છુટ્યો દુતિયા ભાવ,
     "રમું" સત્ય પ્રકાશતા,મિથ્યા તણો અભાવ.

    લક્ષ્યવંતિને લહેર છે, શબ્દાતિત સ્વરૂપ,
    પાછા વળતા પીછાણ શો,રમું અનામ અરૂપ.

   રોગી દરશે રોગિયા,પોતાનું સૌને નડે,
   "રમું" દ્રષ્ટિ ગુરુ તણી, અમુલ વસ્તુ તેને જડે.



=>> નાવ નાવીકનો ભેદ ટળ્યો,નામે ભયો નિસ્તાર,
નામ થકી સર્વ રહ્યું,"રમું" નામ આધાર.

જોત જોતામાં અજ્ઞાન ટાળ્યું,પ્રગટ્યો રવિ ચૌદિશ,
"રમું" રંકને રતન જડ્યું,વ્યાપક દરશે ઈશ.

બ્રહ્માંડમાં હું ભાસી રહ્યું,હું સર્વની પાર,
જેમનું તેમ પદ તુજ છો,તું સ્વયં નિરાધાર.

ચાર વેદનો જ્ઞાતા ભલે,ગીતા કંઠ કરીને ગાય,
આપન પેખે હરિ ન દેખે,રમું નક્કી તે ભટકાય.

સ્વપ્નમાં સુખી થયો,જાગતા રંક દર્શાય,
મિથ્યા જગત સાચું લહે,"રમું" તે મૂરખ ગણાય.

વૈરાગ્ય ઉર પ્રગટ્યો નહિ,જ્ઞાન ગંગામાં શું ન્હાય,
વિષયીને વીખ જાણવું,"રમું" અંતે પસ્તાય.

લગન લાગી ગુરુ શબ્દમાં,સહજ મીટે સંસાર,
મિથ્યા મહેનત છુટે સેંજમા,"રમું" પીયુસે પ્યાર.

જાગતા નાર ભાગે નહિ,ભાગે ઈતો ભૂત,
ઉઘતાને આળ પંપાળ છે, રમું જેમ વધ્યાનો પુત.

મરુસ્થલમાં સ્નાન કરે,જુઠો માયા ફંદ,
"રમું" મૃગલા સમજબિન,દોડે છે મતિમંદ.

સંક્ષિપ્ત જીવનયાત્રા

=>> પરમ પૂજ્યશ્રી રમીલાજી મહારાજની કર્મભૂમિ મુકામ પીલવાઇ છે.તા.વિજાપુર,જી.મહેસાણા. ઉ.ગુજરાત ના રહેવાસી છે. રમીલા મહારાજની જન્મભૂમી વિજાપુરનજીક રણાસણ છે. જન્મ તારીખ ૧/૧૦/૧૯૫૮ છે.તેમનો અભ્યાસ ધો-૫ સુધી અમદાવાદ પૂરો કર્યો હતો.અત્યારે તેઓ પરિવાર સહીત વડોદરા મુકામે સ્થાયી રહે છે. રમીલાજી નો પ્રેમાળ સ્વભાવ તેજસ્વીતા,તેમના વ્યક્તિત્વનું પ્રમાણ છે.

=>> વારસામાં મળેલ માતાપીતાના ભક્તિના સંસ્કાર ફળ સ્વરૂપે તેઓ બાળપણ થી કૃષ્ણ ભક્તિ પ્રત્યે વિશુદ્ધ પ્રેમ હતો,કૃષ્ણના પદો સુંદરકંઠથી ગાતા ત્યારે પોતે ભાવ વિભોર થઇ જતા હતા.તેઓ ઘણા સમય ગોપી મંડળના આચાર્ય રહ્યા હતા. ગૃહસ્થાશ્રમની શરૂઆતમાં આર્થિક પરિસ્થિતિ વિકટ હોવા છતાં હિંમતથી પોતાની ફરજ સારી રીતે નિભાવે છે રમીલાજી ના પતિદેવ પ્રહલાદભાઈ શિવરામભાઈ ખુબ શાંત સરળ અને કર્મ નિષ્ઠ છે.ઈશ્વર કૃપાથી  તેમને ચાર સંતાન હતા. જયેષ્ઠ કલ્પેશ,વિલ્પા શીતલ અને મિતેશ છે.તેમની બે પુત્રવધુ અનસુયા અને આરતી. બંને શાંત અને વિચારક છે.સેવા સત્સંગ સહજ સ્વભાવ છે. રમીલાજી મહારાજે પોતાના સર્વ પરિવારને નિરાંત પરમ્પરા અનુસાર ઉપદેશ આપી મનુષ્ય જીવનનો સાચો રાહ ચીંધ્યો છે. તેમનો પૂરો પરિવાર મહિમા વન અને પ્રેમાળ છે. અને આધ્યાત્મક માર્ગમાં ગુઢ અને ગહન રહસ્યને સારી રીતે સમજી શકે છે.
=>> રમીલાજી મહારાજના સદગુરુ ગામ રીદ્રોલના વાતની પરમપુજ્ય મણીરામજી મહારાજ છે. રમીલાજીને તા.૪/૧/૧૯૯૧ ના દિવસે સંત સાક્ષી નિરાંત રીત અનુસાર આચર્ય પદની નિમણુક કરી હતી.તેમની પ્રખર જ્ઞાન નિષ્ઠા હોવાથી ઘણા સાધકોનો ઉદ્ધાર કરેલ છે.

                                                                                                          દાસાનું દાસ
                                                                                                           "શીતલ "