=>> સંત દેખીને હરખતો,આનંદ ઉર ન સમાય,
દાસ "રમું" એવા સંતને,પલ પલ લાગુ પાય.
અદ્વૈત સ્વરૂપ આપ છો,જ્યાં વાણી નહિ વહેવાર,
બુદ્ધિ બિચારી બાપડી,"રમું" વ્યાપક નિજ સાર.
ભેદ બુદ્ધિમાં બહુ રહ્યા,સમજણ થકી સુખ હોય,
"રમું" વ્યાપ આપ વિલાસી રહ્યો,સંસય સમૂળા ખોય.
ઈશ્વર ખોળતાં આપ રહ્યો,છુટ્યો દુતિયા ભાવ,
"રમું" સત્ય પ્રકાશતા,મિથ્યા તણો અભાવ.
લક્ષ્યવંતિને લહેર છે, શબ્દાતિત સ્વરૂપ,
પાછા વળતા પીછાણ શો,રમું અનામ અરૂપ.
રોગી દરશે રોગિયા,પોતાનું સૌને નડે,
"રમું" દ્રષ્ટિ ગુરુ તણી, અમુલ વસ્તુ તેને જડે.
=>> નાવ નાવીકનો ભેદ ટળ્યો,નામે ભયો નિસ્તાર,
નામ થકી સર્વ રહ્યું,"રમું" નામ આધાર.
જોત જોતામાં અજ્ઞાન ટાળ્યું,પ્રગટ્યો રવિ ચૌદિશ,
"રમું" રંકને રતન જડ્યું,વ્યાપક દરશે ઈશ.
બ્રહ્માંડમાં હું ભાસી રહ્યું,હું સર્વની પાર,
જેમનું તેમ પદ તુજ છો,તું સ્વયં નિરાધાર.
ચાર વેદનો જ્ઞાતા ભલે,ગીતા કંઠ કરીને ગાય,
આપન પેખે હરિ ન દેખે,રમું નક્કી તે ભટકાય.
સ્વપ્નમાં સુખી થયો,જાગતા રંક દર્શાય,
મિથ્યા જગત સાચું લહે,"રમું" તે મૂરખ ગણાય.
વૈરાગ્ય ઉર પ્રગટ્યો નહિ,જ્ઞાન ગંગામાં શું ન્હાય,
વિષયીને વીખ જાણવું,"રમું" અંતે પસ્તાય.
લગન લાગી ગુરુ શબ્દમાં,સહજ મીટે સંસાર,
મિથ્યા મહેનત છુટે સેંજમા,"રમું" પીયુસે પ્યાર.
જાગતા નાર ભાગે નહિ,ભાગે ઈતો ભૂત,
ઉઘતાને આળ પંપાળ છે, રમું જેમ વધ્યાનો પુત.
મરુસ્થલમાં સ્નાન કરે,જુઠો માયા ફંદ,
"રમું" મૃગલા સમજબિન,દોડે છે મતિમંદ.