=>> મનુષ્ય શરીર દ્વારા પૌરુષત્વ પ્રાપ્ત કરી પુર્ણત્વને પામવું તે મનુષ્ય જાતિનો મૂળ ધર્મ જાણવો.મનુષ્ય શરીર મળ્યું તે ધનભાગી છે. મનુષ્ય પદ મળવું અતિ દુર્લભ છે. મનુષ્ય શરીર શા માટે મળ્યું છે? આવો વિચાર કેવલ મનુષ્યને ઉદભવે છે.નહિ ક પશુ પક્ષીને ખાન પાન ભોગ કર્મ તમને મનુષ્ય સિવાય બીજી યોનીયોમાં પણ મળી શકે છે.એના માટે પુરુષાર્થ કરવો પુરતું નથી,સંતો મોક્ષ્નુ દ્વાર મનુષ્ય દેહ જાણો,સુખ દુખ જન્મ મુર્ત્યું રાગ,દ્વેષ,શુધા,પિપાસા,તમામ દ્વંદ્વથી મુક્ત થવું તેને મોક્ષ જાણવો,દરેક મનુષ્યને સુખ દુઃખનો સ્વ અનુભવ છેજ સુખની પાછળ દુઃખનો છેડો જોડાયેલો છે. દરેક માણસ ધંધો નોકરી કરી થાકી કંટાળાને ધન વૈભવ પદ પ્રતિષ્ઠા સ્ત્રી પુત્ર સર્વ છોડીને નિદ્રા વસ થાય છે. કારણ તેને ભૂખ શાંતિની છે.સુસુપ્તી ગાઢ નિદ્રામાં વિશ્રાતી મળતા શાંતિનો અહેસાસ થાય છે.ત્યાં થોડા સમય પુરતા દ્વંદથી મુક્ત થાય છે.સુસુપ્તી અવસ્થા ઈશ્વરને મળવા માટે ખુલા દ્વાર સમાન છે.અખંડ આનંદ અને શાશ્વત શાંતિનો નમુનો છે.તેનો આધારે આધ્યાત્મિક યાત્રા દ્વારા પરમ શાંતિને પામી શકાય છે. ખાસ બાબત એ છે કે જે વસ્તુનો તમને અનુભવ નથી તે દુનિયાનો કોઈ પણ ગુરુ સમજાવી શકતો નથી.સદગુરુ યુક્તીના માધ્યમ થી જ્યાં છે ત્યાં જે છે તે નક્કી કરાવે છે.બહાર થી કઈ પણ આપતા નથી.વેદાંત દર્શન મત અનુશાર આવરણ ભંગ કરતા વસ્તુ જયાની ત્યાં જેમ છે તેમ પ્રકાશે છે.તમામ સમસ્યાઓનું સમાધાન કેવલ સ્વરુપ્જ્ઞાન જાણવું.અહિયાં સાધકનો સવાલ છે કે આત્મજ્ઞાની પુરુષને સુખ દુખનો અનુભવ શું નથી થતો? શરીરના તાદાત્મ સબંધથી પોતે સુખી દિખી કરતા ભોક્તા ભાસે છે. વિવેકની દ્રષ્ટિએ જોતા તમે સુખ દુખના જ્ઞાતા છો.ભોક્તા નથી એમ સિદ્ધ થાય છે. ઘણા લોકો દુઃખથી છુટવા માટે નશાનો સહારો લે છે.ઘણા માનસ ધ્યાનનો સહારો લે છે મનને પ્રાણમાં લય કરવાથી રાહત અનુભવે છે.પણ કાયમી સમાધાન નથી અહિયાં વિષય ગહન હોવાથી સદગુરુ,ની કૃપા સિવાય સમજવો શક્ય નથી. કર્તા અને કર્મ વિશેનો ભેદ અજ્ઞાન થી ભાસે છે. જયારે હું વ્યાપક અનંત રૂપે ભાસી રહ્યું છે. તેવું સમજતા સંશય મુક્ત થવાય છે.
www.ramuvilas.blogspot.in
www.ramuvilas.blogspot.in